"જેના પ્રેમમાં હોઈયે ઍની સાથે લગ્ન ન થાય ઍટલે પ્રેમ મા નિષ્ફળ ગયા" આવુ બિલકુલ ન માનનારા પરંતુ જીવનમા પ્રણયની જેટલી ક્ષણો મળી ઍમા પોતાને ખુશનસીબ માની અફસોસ કરવાને બદલે ઍનો ઉત્સવ મનાવતા આજે તમે જિંદગીના ૩૦ વરસ પૂરા કરી ૩૧ મા પ્રવેશી રહ્યા છો સમિર. ઢળતી સંધ્યાયે તમારા ફ્લેટ ની બાલ્કનીમાથી ડૂબતા સૂરજને શૂન્યમયસ્ક આંખે જોઈ રહ્યા છો. ઢળતી સાંજ અન યાદોનો કઈક અનોખો સંબંધ છે, જે સીધુ તમને ભૂતકાળ ની કેટલીક યાદો તરફ ખેંચી જાય છૅ.
ઍ દિવસે પણ તમારો જનમ દીવસ હતો સમિર, તમે યૂનિવર્સિટી ની બોયસ હોસ્ટેલના રૂમ નંબર ૨૬ મા આળસ મરડી ને હજુ ઉઠ્યાજ હતા ને તમારા મોબાઇલ ફોન પર મેસેજ ટોન રણકી ઉઠે છે. જેમા કઇ આ પ્રમાણે લખ્યુ હોય છે. " Good Morning Sweetheart, હું તમારી હોસ્ટેલ ના પાર્કિંગ મા તમારી રાહ જોઉ છુ. અને તમે ઘડીનો પણ વિલંબ કર્યા વગર બ્રશ - ટૂથપેસ્ટ લઈ ને સીધા બાથરૂમ મા દોડી ગયા. કોઈ રેસ મા ભાગ લીધો હોય ઍમ તમને દોડતા કરી દેનાર ઍ મેસેજ બીજા કોઈનો નઈ પણ તમારાથી ઍક વર્ષ જૂનિયર શિવાની નો હતો. જેની ઍક મુસ્કાન ના તમે દીવાના, ઍના ગાલે પડતા ખન્જન પર કુરબાન અને તેની હર ઍક અદાઓ ના પૂજારી બની ચૂક્યા હતા તમે સમિર.
હજુ તો ઍક વરસ પહેલાજ ઍક કોમન ફ્રેંડ ના માધ્યમથી તમે અને શિવાની મળ્યા હતા. શિવાનીને જોતાજ તમે ઍને ગર્લફ્રેંડ બનાવાના સ્વપ્ન જોવા લાગેલા. બસ પછી તો મોબાઇલ નંબર ની આપ - લે થઈ અને હાઈ-હેલો ના મેસેજ થી લવ યૂ સ્વીટ હાર્ટ ના મેસેજ સુધી ક્યારે પહોચ્યા તેની બન્નેને ખબર પણ ના પડી. જોકે આજે પણ તમે મોબાઇલ ટેકનોલોજી નો મનોમન આભાર માનો છો સમિર, ઍના વગર કદાચ આ પ્રેમ સંબંધો વધી ના શક્યા હોત. અને તમે તમારા જીવનની અમુલ્ય ક્ષણો માણવાનુ ચૂકી ગયા હોત.
તમને આજે પણ ઍ દિવસ યાદ છે, જ્યારે શિવાની સૌ પ્રથમ વાર તમારી બાઇક પાછળ બેઠી હતી. બાઇક પર બેસવા માટે જ્યારે શિવાનીઍ તેનો હાથ તમારા ખભા પર મૂક્યોતો ત્યારે તો તમારુ હિર્દય જાણે બે-ત્રણ ધબકારા ચૂકી ગયુ હોય ઍમ લાગ્યુ હતુ. હદ તો ત્યારે થઈ હતી સમિર જ્યારે ચાલુ બાઇક પર શિવાની ના ઍ ઉત્કૃષ્ટ ઉરજો હળવેકથી ક્યારેક ક્યારેક તમારી પીઠને સ્પર્શતા હતા ત્યારે તો તમારુ દિમાગ બે ઘડી માટે સુન મારી જતુ સમિર. રોજ શહેર ના રસ્તાઓ પર પડેલા ખાડાઓને ગાળો દેતા, પણ આજે તમને ઍજ ખાડાઓ જાણે આશિર્વાદ જેવા લાગ્યા હતા. આજે પણ જ્યારે તમે આ ઘટના ને યાદ કરો છો ત્યારે તમારા હોઠો પર હળવુ સ્મિત ફરકી ઉઠે છે સમિર. આમ ને આમ તમારા સંબંધો આગળ વધતા ગયા, કોલેજ પછી ચા ની કીટલી પર મળવુ, નજીક ના ગાર્ડન્ મા લટાર મારવી, મૂવી જોવા જવુ, લંચ-ડીનર પર જવુ વગેરે જાણે રોજબરોજ ના જીવનનો ઍક ભાગ બની ચુક્યુ હતુ. અને આટલુ બસ હાય ઍમ રાત્રે તો પાછા ઍસ.ઍમ.ઍસ પર મોડી રાત સુધી વાતોનો દોર તો ચાલતોજ. ઍસ.ઍમ.ઍસ. કરવામા તો જાણે તમે મહારત મેળવી લીધી હતી. ચાલુ લેક્ચર મા ઍસ. ઍમ.ઍસ., મોબાઇલ પર નજર નાખ્યા વગર ઍસ. ઍમ. ઍસ. અને ચાલુ બાઇક પર પણ તમે આસાનીથી વાતો કરી લેતા. લગભગ રોજ રાતે વાતો કરતા કરતા તમેજ પહેલા સૂઈ જતા સમિર. સવારે ઉઠીને ઍ રાતના મેસેજો ફરી વાંચવા અને પછી તેમને ડિલિટ કરવા ઍ નિત્યક્રમ બની ગયો હતો. હા પણ, ઍ મેસેજો માથી તમને સ્પર્શતાકેટલાક મેસેજો ને તમે તમારી અંગત ડાયરી મા અચૂક ઉતારી લેતા.
આટલી નિકટતા શિવાની સાથે કેળવ્યા પછી પણ સમીર તમને ખાલી તેનો હાથ પકડવામા દસ મહિના લાગ્યા હતા. હવે ઍ તો તમારામા આત્મવિશ્વાસ નો અભાવ હતો કે પછી કોઈ આદર્શ પ્રેમનુ પ્રતીક ઍનુ સમાધાન તો તમે આજે પણ નથી કરી શક્યા. પરંતુ ઍક સામાન્ય વાતોના દોરથી હાથ પકડવા સુધી ની સફર તમારા માટે ખુબજ રોમાંચક અને યાદગાર બની રહી હતી સમિર. ઍક બીજાના પ્રેમ મા તો તમે બંને પહેલા દિવસથી જ હતા, પરંતુ આટલા સમયથી સાથે ફરતા હોવા છતા બંનેમાથી કોઇયે ઍક બીજાને ઍ વિષે કહ્યુ નોતુ. કદાચ શબ્દો કરતા તમારા માટે ઍ પ્રેમનો અહેસાસ વધુ મહત્વનો હતો. તેમ છતા, ઍક રાત્રે તમે જ્યારે શિવાની સાથે ઍસ. ઍમ. ઍસ. પર વાતો કરતા હતા ત્યારે વાત વાત મા શિવાનીઍ તમને આઇ લવ યૂ લખી ને મેસેજ મોકલેલો ત્યારે ફરી ઍક વાર તમારુ રદય જાણે ધબકારો ચૂકી ગયુ હોય ઍમ તમે મહેસુસ કરેલુ. તુરંતજ તમે વળતા ઍસ. ઍમ. ઍસ. દ્વારા ધડકતા રદયે આઇ લવ યૂ ટૂ લખીને મોકલાવેલ. ઍ ક્ષણ તમે વીતાવેલી શિવાની સાથે ની અનેક ક્ષણોમાની સૌથી ખૂબસૂરત ક્ષણ બની રહી હતી સમિર.
પ્રેમની બંને પક્ષે મૌખિક સ્વીકૃતી થયા બાદ આજે તમારા જન્મ દિવસે શિવાની તમને મનગમતા રજનીગાંધાના પુષ્પ અને ચોકોલેટ લઈને તમને વિશ કરવા તમારી હોસ્ટેલ સુધી દોડી આવી હતી. જેવા તમે નીચે આવ્યા કે શિવાનીઍ બંને હાથ પ્રસારીને તમને બહુપાસમા લઈ ગાલ પર કિસ કરી બર્થડે વિશ કર્યુ હતુ. પછી તો શિવાની ને તમે બર્થડે પાર્ટી ક્યાં આપશો અને સાંજે શુ પ્લાન કરશો ની ચર્ચામા લાગી ગયા હતા. જતા જતા શિવાની તમારા હાથમા ઍક કવર આપતી ગઈ હતી જે તમે રૂમ પર જઈને ખોલીને જોયુ તો તેમા શિવાની ઍ તમને લખેલો ત્રણ પાનાનો પ્રેમ પત્ર હતો, અને તરતજ તમને યાદ આવ્યુ કે ઍક વખત વાત વાતમાજ તમે શિવાનીને કહ્યુ હતુ કે, ' આજ કાલ તો લોકો ફોન અને મેસેજ દ્વરાજ પોતાની લાગણીઓ વ્યક્ત કરીદે છે, પહેલાની જેમ હવે કોઈ ઍક બીજાને પ્રેમ પત્ર નથી લખતુ'. તમે ઍવી પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે કોઈ તમને પ્રેમ પત્ર લખૅ તો તમને બહુ ગમે. આ વાત યાદ આવતાજ સમિર તમે મનમા ને મનમા મૂસ્કૂરાતા ઍ પત્ર વાંચવામા તલ્લીન થઈ ગયા હતા. જે લાગણીઓ શિવાની ઍસ. ઍમ. ઍસ દ્વારા કે તમારી રૂબરૂ મા વ્યક્ત નોતી કરી શકી તે બધુ તેણે આ પત્ર મા વ્યક્ત કરી દીધુ હતુ. ત્યારે પહેલી વખત તમને માલુમ પડ્યુ હતુ કે શિવાની બહારથી જેટલી મસ્તીખોર, ચુલબુલી અને આખાબોલી લાગતી હતી ઍટલીજ તે અંદરથી શરમાળ હતી. શિવાનીનો તમારી પ્રત્યે નો આટલો પ્રેમ જોઈ ઍ ઘડીયે તમે પોતાને દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ માન્યો હતો.
આટલો પ્રેમ અને આટલી સમજણ હોવા છતા પણ તમારા બંને ના સંબંધોનુ ભવિષ્ય તો વિધિના ચોપડે કઈક જુદુજ લખાયુ હતુ. આપણા દેશની જડ વર્ણ પ્રથા ના પાપે અનેક પ્રેમ કહાનીઓ ની જેમ તમારી પ્રેમ કહાની પણ અધૂરી રહી જવાની હતી. તમે બંનેને કદાચ આ બાબતની પહેલેથીજ જાણ હોય ઍમ તમારા પ્રેમ સંબંધો આટલા આગળ વધ્યા હોવા છતા તમે બંનેઍ હજુ સુધી લગ્ન બાબતની ચર્ચા ક્યારેય છેડી નોતી. અશક્ય લાગતી ઍ બાબતની ચર્ચા કરીને તમે ઍ વર્તમાન ની પ્રણયની ક્ષણો ને ખોવા નોતા ચાહતા. બંને ના કુટુમ્બોની પરિસ્થિતિ અને સંજોગો જોતા પ્રેમ લગ્ન કરીને કુટુંબીજનો માટે કારણ વગરની સમસ્યાઓ ઉભી કરવા નોતા માંગતા અને આવી કોઈ સમસ્યાઓ નો સામનો કરવાની હિમત ના તો તમારામા હતી કે ના તો શિવાનીમા. અને ઍટલેજ લાગણીઓમા તણાઈને કોઈ નિર્ણય લેવા કરતા કોઈ પરિપક્વ પ્રેમીઓ ની જેમ સહસમજૂતીથી છૂટા પડવુ ઍ વખતે યોગ્ય લાગ્યુ હતુ. પણ સમિર, તમને અને શિવાની ને ઍ ક્યાં ખબર હતી કે બોલવુ અને ખરેખર છૂટા પડવા વચ્ચે કેટલો ફરક છે.
શિવાનીના છેલ્લા સેમિસ્ટર ની પરીક્ષા પતી ગઈ હતી, અને શહેર મા તેનો ઍ છેલ્લો દિવસ હતો. તમે આજે પોતાની જાતને ઍ છેલ્લી મુલાકાત માટે તૈયાર કરી શિવાની ને મળવા પાર્ક મા પહોચ્યા હતા, જ્યા શિવાની ઍક બાકડા પર તમારી રાહ જોતી બેઠી હતી. તમે હળવેકથી તેની પાસે જઈને બેસી જાઓ છો. વતાવરણમા જાણે ગમગિની છવાઈ હોય તેવુ તમને મહેસુસ થતુ હતુ. છેલ્લા બે વરસથી પ્રેમની અવિરત વહેતી લાગણીઓ અચાનક જાણે થંભી ગઈ છે, અસહ્ય વેદનાથી રદય જાણે છોલાઈ રહ્યુ હતુ, ભાવનાવિહોણી આંખોના ખૂણે અશ્રુઓનુ ઘોડાપૂર જાણે મૌન તૂટે તેની રાહ જોતૂ બેઠુ હતુ. શિવાનીની પરિસ્થિતિ પણ કાઇક આવીજ હતી. વાસ્તવિકતાની અગાઉથી જાણ હોવા છતા ખબર નઈ કેમ, પણ તમારુ મન ઍ સ્વીકારવા આજે તૈયાર નોતુ. શિવાનીઍ ધીરેથી તેનુ માથુ તમારા ખભા પર ઢાળી દીધુ અને તમે પણ તેનો હાથ તમારા હાથ મા લઈ કેટલીયે વાર સુધી તેને સહેલાતા રહ્યા. જાણે બંનેનુ મૌન જ ઘણુ બધુ કહી દેતુ હોય ઍમ કાઇ પણ બોલ્યા વગર કેટલીયે વાર સુધી આમજ બંને ત્યાં બેસી રહ્યા. થોડી ઔપચારિક વાતો કરીને છૂટા પડતી વખતે સમિર તમે અને શિવાની ઍક બીજાને કસીને ભેટ્યા હતા. તમે જાણતા હતા કે આ તમારુ છેલ્લૂ આલિંગન બની રહેવાનુ હતુ. આંઠ આંઠ વરસ વીત્યા પછી આજે પણ તમે ઍ આલિંગનની હૂંફ મહેસુસ કરી રહ્યા છો સમિર.
રાત ઢળી ચૂકી છે, તમારા મકાનની બાલ્કનીમાથી ક્ષિતિજે ડોકતા પૂનમના ચાંદ ને નિહાળી રહ્યા છો. છેલ્લા આંઠ વરસથી તમે તમારા જન્મ દિવસે શિવાનીઍ આપેલો ઍ પ્રેમ પત્ર તમે અસંખ્ય વખત વાંચ્યો હોવા છતા પણ અચૂક વાંચો છો. પત્ર વાંચતા તમારી નજર ઍમા લખેલા ઍ વાક્યા પર થંભી જાય છે, જેમા લખ્યુ હોય છે, " હુ સપનામા પણ નથી ઈચ્છતી કે આપણે છૂટા પડીયે, પણ જો તેવુ થાય તો તમે હતાશ ન થતા. આમ થવાથી જીવન કંઇ થંભી નથી જતુ, હુ ઈચ્છુ છુ કે તમે જીવનમા ખૂબ આગળ વધો અને તમને મારા કરતા પણ વધુ પ્રેમ કરે તેવુ કોઈ પાત્ર મળે". તમે અનિમેષ નજરે ઍ પત્રને તાકી રહો છો સમિર, અને ફરી ઍક વખત ઉંડા વિચારોમા ખોવાઈ જાઓ છો.
“ It’s better to have loved and lost than never to have loved” - Paulo Choehlo