Sunday, December 25, 2011

Pyar ka Melaa..;-)

प्यार के एक लम्हे के तलबगार थे हम
वक़्त इतना दे जाओगे ये सोचा न था,
खुशी के चार पल ही काफ़ी थे दोस्त,
मौसम बहारोका दे जाओगे ये सोचा न था.

Wednesday, December 21, 2011

सुबह

सूरजकी पहेली किरनोसे नहाई हुई ये सुबह,
रात की ज़ुल्फो को अपने हसीन चहेरे से हटाती ये सुबह,
पंछीओ की चहेक ती सरगम पे थिरकती ये सुबह,
थोड़ी गर्म थोड़ी सर्द सांसो से मेरी रुह मे समाती ये सुबह,
अंगड़ाई लेती मस्ती से मेरी बाँहो मे यूँ लिपट जाती ये सुबह,
साथ पल दो पल का रोज निभा जाती हे ये सुबह,

Wednesday, December 7, 2011

Attitude..

मेरी महोब्बत को तूम युं ठुकराया ना करो,
हुस्न के दम पे हमे युं तडपया न करो.

तुजपे मरने वाले तो लाखो होगे ए हसीं,
तेरे लिए जिनेवाले को युं आज़माया ना करो.


-Viral

Tuesday, July 26, 2011

:-)

વરસતા વરસાદમા ભીંજાવુ ગમશે મને,
મન થી મન મળે તો ઍક થાવુ ગમશે મને.

રોકે રોકાતુ નથી હવે તો આ મન મારુ,
કે, આજ પ્રેમ મા તરબોતળ થાવુ ગમશે મને.

ના વિચાર શુ ખોટુ ને શુ સાચુ "રાહી",
હવે તો આ પાર કે પેલે પાર થાવુ ગમશે મને.

કોને ખબર છે આવતી કાલની અંહી,
મળી છે પળ ખુશીની આજ તો જીવવુ ગમશે મને.


"વિરલ"

Tuesday, July 12, 2011

Selflessness..!!

बे वजह ना प्यार अपना यूं गवारा कर,
हम तो यू ही मिट जाएँगे तू बस इशारा कर.

किसी वजह से तो हर कोई बना लेते हे रिश्ते
तू कभी बे वजह भी हमे पुकारा कर...

"विरल"

Saturday, July 9, 2011

rain rain everywhere..

ભીની છે ધરતી ને ભીનુ ભીનુ છે આકાશ,
ચારે કૉર પાણી પાણી છતા મટે નહી પ્યાસ,

તન આખુ ભીંજાય પણ મનડુ તો કોરુ કટ,
વીરહ નો આ જાણે કેવો તે અભીશ્રાપ,

મોસમ વરસાદ ની આવે ને જાય,
બસ ના આવે ઍ હમસફર જેની છે આશ,

રાચે છે હવે તો ખ્વાબોમા જ "રાહી",
હકીકત નો જાણે ના કોઈ અવકાશ...


"વિરલ"

Thursday, June 2, 2011

Reality bytes..!!

અર્થ પ્રેમના રોજે રોજ બદલાતા અંહી,
સંબંધો અવનવા રોજે રોજ સર્જાતા અંહી.

ચહેરા પર ચહેરો પેહરી ફરતા બધા,
દંભ ના રંગે રોજે રોજ રંગાતા અંહી.

દુખની ખડકીઓ તો ત્યાંની ત્યાંજ છે,
સરનામા સુખ ના રોજે રોજ બદલાતા અંહી.

જીતવા ને તો નિકડે છે દુનિયા બધા,
જાત સાથે રોજે રોજ હારતા અંહી.

રેખાઓ હાથની તો ત્યાં ની ત્યાંજ છે,
લેખ નસીબના રોજે રોજ બદલાતા અંહી.

વિચારવુ પડે છે હવે તો બોલવામા "રાહી"
મિજાજ લોકોના રોજે રોજ બદલાતા અંહી.


"વિરલ"

Thursday, April 14, 2011

પ્રેમ

પ્રેમ શુ છે ?

લાગણીઓનો ઘુઘવતો દરિયો
ને, સ્વપ્નાઓની વહેતી સરિતા..!
હજારો ફૂલોનો સ્પર્શ
ને, મનગમતી મારી કવિતા..!


Viral

Thursday, February 10, 2011

Phase..

" ક્યારેય ન જોયેલુ શમણુ સાચુ પાડી જાય છે,
માંડી'તી મીટ જેના પર ઍ ખોવાઈ જાય છે.
અસહ્ય થઈ પડ્યો છે પ્રેમ હવે તો,
બાકી, ઘા રીદયના આમજ જીરવાઈ જાય છે."