Thursday, August 29, 2013

Where life of poor has no value..!!

૨૮ ઑગસ્ટ ૨૦૧૩, જન્માષ્ટમી ના તહેવારના દિવસેજ વડોદરા શહેર મા ઍક ખુબજ કરુણ હોનારત સર્જાઈ. લગભગ સવારના ૩:૩૦ થી ૪:૦૦ ના ગાળામા, વડોદરા અર્બન ડેવેલપમેંટ ઓથોરીટી દ્વારા લગભગ ૧૨ વરસ પહેલાજ કન્સ્ટ્રક્ટ કરેલા મકાનો જમીનદોસ્ત થઈ ગયા. તે પણ કોઈ કુદરતી આફતના કારણે નઈ, પરંતુ કેટલાક ભ્રષ્ટાચારી રાજકારણીઓ અને કોન્ટ્રાક્ટરો ના પાપ ના કારણે. પત્તાના મહેલની જેમ આખો બ્લોક જમીનદોસ્ત થઈ ગયો અને પોત પોતાના ઘરોમા નીંદ્રાધિન લગભગ ૪૦ થી ૪૫ (સ્થાનિક રહીશ ના કહેવા અનુસાર અકસ્માત સમયે તે બ્લૉક મા ૪૦ થી ૪૫ લોકો હતા. જોકે સમાચારોમા અફીશિયલ મૃત્યુઆંક ૧૨ જેટલો બતાવે છે) લોકો સીધાજ ભગવાનની પાસે પહોચી ગયા. ઍક સાથે આમ ૪૦ થી ૪૫ લોકોના મૃત્યુ ઍ કઈ આકસ્મિક મૃત્યુ ન કહેવાય પણ ઠંડા કલેજે કરવામા આવેલી હત્યાજ છે. સદનસીબે બીજા ૨ બ્લૉક થોડા થોડા સમયાંતરે પડ્યા જેથી લોકો તરતજ તેમાથી બહાર નિકડી આવ્યા, નહીતો આ મૃત્યુઆંક કદાચ ૧૦૦ કરતા પણ વધુ હોત. જોકે, હજુ પણ આપણી આ જાડી ચામડીના સત્તાધીશો સમયસર આંખો નઈ ઉઘાડે તો ટૂંક સમયમા આવો પણ વખત આવશે, કારણકે VUDA દ્વારા બનાવેલ આવાજ બીજા મકાનોની સ્થિતિ પણ જર્જરિતજ છે. આજે સરકારે મૃતક પરિવારના સભ્યોને ૨ લાખ રૂપિયાનુ વળતર આપવાની જાહેરાત કરી છે, ઍટલાજ રૂપિયા જો મકાન બનાવતા વખતે સારુ મટીરીયલ વાપરવામા  ખરચ્યા હોત તો કદાચ આવી પરિસ્થિતિ ન આવી હોત. થોડા વરસો પહેલા આપણા શહેર મા સરકારી તંત્ર દ્વારા ઝુપડાઓ હટાવો ની ઝુંબેશ હાથ ધરવામા આવી હતી, તેની પાછડ સરકારનો ઉદ્દેશ્ય ઍવો હતો કે ઝુપડમા રહેતા લોકોને સારી સુવિધા વાળા અને સુરક્ષિત મકાનો મળે અને શહેર માથી ઝુપડા દુર કરી શહેરની સુંદરતા વધારવામા આવે. ચાલો, ઝુપડાઓ દુર કરી શહેરની સુંદરતમા તો વધારો થયો પણ જે લોકોને સારી સુવિધવાળા સુરક્ષિત મકાનો આપવાનો ઉદેશ્ય હતો તેના બદલે અકાળે મોત આપી દીધુ. આના કરતા તો તેઓ તેમના ઝુપડાઓમા સુરક્ષિત હતા.

આ આખી બીના ઘટી ત્યારબાદ બીજી ઍક નોંધવા જેવી બાબત તો ઍ છે કે પાછલા દિવસોમા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘટેલ કેટલીક ઘટનાઓને લઇને કહેવાતા ઘણા બુદ્ધીજીવીઓ અને યુવાનો સોશિયલ મીડીયા પર પોતાનો વિરોધ અને પ્રોટેસ્ટ દર્શાવતા થાકતા નહોતા પણ પોતાનાજ શહેર મા ઘટેલ આટલી મોટી ઘટનાની જાણે કોઈયે નોંધજ ન લીધી હોય ઍમ આની કોઈ પણ ચર્ચા જોવા નથી મળી રહી. ભગવાન ના કરે, પણ જો આવી જ કોઈ ઘટના શહેર ના કોઈ પોશ વિસ્તારમા ઘટી હોત અને મૃત્યુઆંક કદાચ નહીવત હોત તો શુ પરિસ્થિતિ હોત? આખુ શહેર કદાચ તેની ચર્ચામા લાગી ગયુ હોત, કૅંડલ લાઇટ માર્ચ યોજાઈ હોત, દેખાવો થયા હોત અને સમાચારોમા ને સોશિયલ મેડીયામા વખોડ્યુ હોત, પણ આ ગરીબો માટે આટલુ કષ્ટ શુ કામ લેવુ? લાગે છે હવે તો ફસેબુક પર સ્ટેટસ પણ સામેવાળના સામાજીક સ્ટેટસ ના આધાર પર કરવામા આવી રહ્યા છે. મરનારા અને આ VUDA ના મકાનોમા રહેનારા લોકો ને કદાચ આપણે માણસો ગણતાજ નથી ( જો ગણતા હોત તો કદાચ તેમના માટે રહેવાના આવા તકલાદી મકાનો બનાવ્યાજ ના હોત). બીજી ઘટનાઓની જેમ આ ઘટના પણ લોકો ભુલી જશે (હવે તો ભુલી જવા આપણે ટેવાઈ ગયા છે) કારણકે,"મારે શુ?" અને "મારૂ શુ?" ની માનસિકતા આપણામા ઍ સ્તરે વધી રહી છે કે હવે માણસ ને માણસની કોઈ કદર જ નથી રહી. નૈતિકતાનુ જે રીતે આધ:પતન થઈ રહ્યુ છે ઍ જોતા ભગવાન જ જાણે આવનાર દિવસો આપણા માણસો માટે કેવા હશે.

Tuesday, August 27, 2013

Something going wrong with this world..

જીવન - મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે,

લાગણીઓનું અહીં વેચાણ થઈ રહ્યું છે


અરાજકતાલાચરી ને નિરાશા ચારેકોર,

માણસાઈનુ કત્લ સરેઆમ થઈ રહ્યુ છે.


'મારે શુ?' ને 'મારૂ શુ?' ની નિયત સૌની,

વેચીને ઈમાન અહીં કામ થઈ રહ્યું  છે,


હકીકતમાં તો છે  આકર્ષણ ફક્ત

નામ ખોટું પ્રેમનું બદનામ થઈ રહ્યું છે.


કરુ  ભરોસો  હવે  કોના પર હું "રાહી" ?

ચહેરાઓનું બદલવું બેફામ થઈ રહ્યું છે.


- વિરલ