Friday, May 31, 2013

khuda ki bekhudi ...

किसीसे खफा तो किसी पे महेरबान क्यूँ हे?
खुदा, तू मेरी खुशीओ से परेशान क्यूँ हे?

 हाल-ऐ-दिल क्या पता नही तुजे?
जानकर भी तू, इतना अंजान क्यूं है?



चंद लम्हे तो माँगे थे मेने खुशी के,
माँगा हो जहांन, एसे हेरान क्यूं हे?

 
असर नही मेरी दुआमे या तेरी हस्ती ही नही
टूटे सपने सारे, बिखरे से अरमान क्यूं हे ?


विरल - रिपल

Wednesday, May 29, 2013

The lost childhood

ख्वाबो और ख्वाइशो के साथ मे बड़ा हुआ,
कारवाँ मुसीबतो का भी साथ आ खड़ा हुआ,

थी चाहत मुज मे भी कुछ कर गुजरने की,
दिल मे था जोश, जुनून सर पर चढ़ा हुआ,

आ कर थाम लेता गर कोई हाथ मेरा भी
देर तक था मे वहा, आवाज़ देता हुआ,

रोशनी कभी तो आएगी इस खुली खिड़की से,
फिरता रहा मे अंधेरोमे गिरता संभलता हुआ,


"विरल"







Thursday, May 9, 2013

પ્રકૃતી સાથે પ્રણય



 શુ ક્યારેય તમે ચકલીઓનો કલરવ સાંભળ્યો છે? ભાત ભાત ના પક્ષીઓ અને ઍમનો મધુર અવાજથી ગુંજતા માહોલ નો અનુભવ કર્યો છે? વહેતા ઝરણાનો અવાજ અને સ્થિર પાણી નુ મૌન સાંભળ્યુ છે? જંગલના વૃક્ષો પરથી ખરેલા સુકા પાના પર ચાલવાથી થતો અવાજ મહેસુસ કર્યો છે? રાતના ઘોર અંધકારમા ખુલ્લા આકાશ નીચે બેસી અસંખ્ય તારાઓ ને આંગણીઓના વેઢે ગણવાની જુર્રત કરી છે ક્યારે? સવારના વહેલા ઉઠી, સરોવર ને પેલે પાર ઉગતા સૂરજને નિહાળ્યો છે ક્યારે? પ્રકૃતિની સુંદર રચનાઓ નિહાળી તેની તસ્વીરો ક્યારેય મન મા વસાવી છે?  ગરમીઓમા ક્યારે નદી કે સરોવર મા ભુચકા લગાવ્યા છે? કડકડતી ઠંડીમા થોડા સળગતા લાકાડાઓ ના સહારે જંગલ મા રાત વિતાવી છે? જે કોઇયે પણ લાઇફ મા આ પ્રકારના અનુભવો કર્યા હશે કે કરી રહ્યા છે ઍ લોકો ચોક્કસપણે પ્રકૃતિના પ્રેમમા છે. જો કે આ બાબતે હુ પણ અપવાદ ન હોઇ આ પ્રકારના અનુભવો માણવાની તક હુ હમેશા ઝડપતો રહ્યો છુ અને પ્રકૃતિના પ્રેમમા વધુ ને વધુ ઉંડો ઉતરતો રહ્યો છુ.


જ્યારે પણ શહેરના ભીડભાડ, ઘોંઘાટ વાળા, પ્રદુષિત અને માનસિક તાણ વાળા વાતાવરણથી કંટાળી જવાય ત્યારે હુ સમય કાઢી પ્રકૃતિના ખોળે જવાનુ પસંદ કરુ છુ. પ્રકૃતી સાથેનુ કનેક્શન અને ઇંટિગ્રિટી મને ઈશ્વર સાથે ની નજદીકતા અને મને મારા હોવાનો અહેસાસ કરાવે છે. વધુ ઍક વખત આવાજ પ્રકારનો અનુભવ કરવા અમે ચાર મિત્રો ઍપ્રિલ ૨૦૧૩ મહિનાના ઍક શનિ રવી વડોદરાથી ૬૫ કી. મી. દુર આવેલા જાંબુઘોડા અભ્યારણ ની મુલાકાતે નીકળી પડ્યા. વડોદરા નો વતની હોવાનો ઍક ફાયદો ઍ છૅ વડોદરા ની આસ પાસજ ઘણા ઍવા સુંદર પ્રાકૃતીક સ્થળો આવેલા છે જે ખરેખર પ્રકૃતી પ્રેમીઓ માટે આશીર્વાદ રૂપ છે. શનિવારે રાતે લગભગ ૮:૩૦ વાગે અમે જાંબુઘોડાના  ભાટ ગામમા આવેલા ફૉરેસ્ટ ખાતા ના ઈકો ટૂરિઝમ સેન્ટર પર પહોચ્યા. અમે અગાઉથી જ ત્યાં ઍક રૂમ બુક કરાવી રાખી હતી. જાંબુઘોડા અભ્યારણ ની વચ્ચે આવેલુ આ સેન્ટર અમારી અપેક્ષા કરતા ખરેખર ખુબજ સુંદર હતુ. ફાળવેલા રૂમમા અમારો સામાન મુકી, ફ્રેશ થઈ અમે શિવરાજપુર પાસે આવેલા ઢાબા પર ચિકન અને મકાઈ ના રોટલા ખાવા પહોચ્યા. બદનસીબે ઍ દિવસે ઢાબુ સાંજે પડેલા વરસાદ ના કારણે વહેલુ બંધ થઈ ગયુ હતુ. જેથી અમે ઍ સ્થળેથી ૧૫ કી. મી. દુર હાલોલ પાસે હેરીટેજ નામની હોટેલ મા જમવા ગયા. નવી ખુલેલી ઍ હોટેલ નુ જમવાનુ પ્રમાણમા સ્વાદિષ્ટ હતુ. જમવાનુ પતાવી રાતે ૧૧ વાગે અમે પાછા ભાટ ઈકો ટૂરિઝમ સેન્ટર પર પહોચ્યા. પહોચતાની સાથે જ બધા સુવાને પાથારીમા પડ્યા પછી તો સવાર ક્યારે પડી ઍની પણ ખબર ના પડી.




સવારે વહેલા ઉઠી સેન્ટર ના પ્રાંગણમા લટાર મારી હુ રોજ શહેર મા પડતી સવાર અને ઈકો ટૂરિઝમ સેન્ટર પર પડેલી ઍ સવાર વચ્ચેનો તફાવત મહેસુસ કરી રહ્યો હતો. કહેવાની જરૂર નથી કે ત્યાં ની ઍ સવારની વાતજ કઇ અલગ હતી, શરીરને જાણે ગજબની ઍનર્જી મળી રહી હોય ઍમ લાગ્યુ. ઍક પછી ઍક બધા ઉઠી સવારની ક્રીયાઓ પતાવી અમે બ્રૅક ફાસ્ટ માટે ભેગા પહોચ્યા. સેન્ટર ના કેર ટેકર, સંજય ભાઈ ઍ ખુબજ સરસ આદુ વાળી ચા બનાવી હતી. ભાવિન ઍના ઘરેથી થેપલા લાવ્યો હતો જે અમે ચા સાથે ખાધા. બ્રેક ફાસ્ટ પતાવી અમે અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન, તારગોલ તળાવ જવા નીકળ્યા. જે ઍ સ્થળેથી લગભગ ૩૦ કી. મી. દુર હતુ. અમે ભાટ થી બોડેલી તરફનો રસ્તો લીધો. સસ્તા મા જ્યાં મન થાય ત્યાં રોકતા અને ફોટોગ્રાફી કરતા, મને અને ભાવિન ને ફોટોગ્રાફી નો શોખ હોઇ અમે અમારા કેમેરા પણ સાથે લઇ લીધા હતા.


લગભગ ૧.૫ કલાકે અમે તારગોલ પહોચ્યા, ચારેબાજુ ડુંગરો થી ઘેરાયેલુ ઍ તળાવ જોઈ દિલ ખુશ થઈ ગયુ. તારગોલ મા પણ ફૉરેસ્ટ ખાતા નુ ઈકો ટૂરિઝમ નુ સેન્ટર આવેલુ છે. અમે વિચાર્યુ કે ફરી વખત આ સેન્ટર ઉપર જ રાત રોકવુ અને સવારે વહેલા આ તળાવ ની પેલે પાર ઉગતા સૂરજ ને કેમેરા મા કેદ કરવો. ત્યાં ના ઍક ફૉરેસ્ટ ના કર્મચારીઍ અમને જંગલમા દિપડા બતાવવાની પણ લાલચ આપી જે અમારુ ત્યાં જલ્દ થી જલ્દ ફરી વખત જવાનુ કરણ બનશે. તારગોલ તળાવ પર ફોટોગ્રાફી કરી, થોડો સમય પસાર કરી અમે શિવરાજપુર જવા નીકળ્યા. રાતે શિવરાજપુર ના ઢાબા પર જે ચિકન અને રોટલા જમવાનુ મિશન બાકી રહી ગયુ હતુ ઍ પુરુ કરવા અમે પાછા શિવરાજપુર આવ્યા. ભાવિનને છોડીને અમે ત્રણે જણ બરાબરનુ જમ્યા. જે લોકો નોનવેજ ના શોખીન છે તેમના માટે આ જગ્યા ઍક્દમ પૈસા વસુલ છે. ( જમવા સિવાય બીજી મળતી અડીશનલ સર્વિસ માટે પણ આ સ્થળ સારુ ઍવુ પ્રખ્યાત છૅ ;-) ).


શિવરાજપુર થી જમીને અમે ચાંપાનેર આવ્યા, જ્યા આવેલી હેરીટેજ મસ્જીદ પર થોડી ફોટોગ્રાફી કરી. ઍ દિવસે ઍ વિસ્તારમા ઘણા બધા લગનો લેવાઈ રહ્યા હતા. જે ગામ મા લગ્ન હોય ત્યાં લાઉડ સ્પીકર પર કુટુંબની કેટલીક બહેનો તેમની સ્થાનિક ભાષામા લગ્ન ગીતો ગાતી હોય છે. અત્યાર સુધી જે જે ગામ મા અમે ઍ ગીતો સાંભળ્યા ઍ કાં તો ઘોંઘાટીયા અને સાંભળવા ન ગમે ઍ રીતે ગાતા. પણ જ્યારે ચાંપાનેર મા આવા લગ્ન ગીતો કોઇ બહેનો ગાઈ રહી હતી ઍ મારા આશ્ચર્યની વચ્ચે ખુબજ સુંદર, સૂરમા અને સાંભળવા ગમે ઍવા હતા. આ ગીતો રેકૉર્ડ કરવાની મારી ઈચ્છા હુ રોકી ના શક્યો અને જે ઘરે લગ્ન હતુ ત્યાં પહોચી અને તેનુ રેકૉર્ડિંગ પણ કર્યુ (જે ટૂંક સમયમા યૂ ટ્યૂબ પર જોઈ સકાશે).


આમ ઍક રાત અને આખો દીવસ  વિતાવી ને વડોદરા પાછા ફર્યા. ખૂબ મજા કરી, જીવનમા વધુ ઍક યાદગાર પ્રસંગ ઉમેરાઈ ગયો. ઈચ્છુ છુ કે આવા તો અનેક યાદગાર પ્રસંગો જીવનમા ઉમેરતા રહે અને પ્રકૃતી સાથે નો પ્રણય આમજ આગળ વધતો રહે.