Monday, September 28, 2020

राह

 जो राह पे मसीह की तू जाएगा 

मंजिल अनंत जीवन की तू पाएगा,


कठीनाईओ से भरा होगा सफ़र तेरा, 

हर इक मोड़ पे ठोकर तू खाएगा, 


डर मत जाना, हार के रुक मत जाना तू, 

अंधेरी रात के बाद ही तो दिन नया आएगा,


रखना भरोसा उसपे तू खुद से भी ज़्यादा,

मुश्किल वक़्त मे उसे साथ खड़ा तू पाएगा,


उसकी करुणा ही काफ़ी हे तेरे लिए, 

पवित्र वचनोसे तुझे राहत वो दिलाएगा,


धीरजसे देख राह तू उसके उत्तर की, 

हर सवाल का जवाब  निश्चे तू पाएगा,


- विरल

जी लेने दे...!

 - खुदसे तू आज ख़ुदको मिल लेने दे, 

- खोया था मुद्दतसे उसे ढूंढ लेने दे।

- घूंटनसी होने लगी हे इस किरदार में, 

- मुझसे ही अब मुजको छीन लेने दे।

- मोत तो मुकमल हे यहाँ सबकी "राही"

- दो जाम ज़िंदगी के आज पि लेने दे।

- थोड़ी अपने दिल की भी सुन ले ज़रा,

- जो मर्ज़ी चाहे आज वो कर लेने दे।

- छोड़ के गीले - सिकवे सारे आज तू, 

- दिलो से दिल को आज मील लेने दे।

- बड़ी  मुद्दतो के बाद आई हे शाम ये हसीन, 

- होके बेफ़िक्र बेसुमार आज जी लेने दे।   


-विरल दास

क्या फ़र्क़ पड़ता हे...!

जलती हे तो जल जाए दुनिया यहाँ किसीकी, 

फर्क अब कहा किसीको कुछ पड़ता हे।​

पथ्थरसा हो गया हे दिल यहाँ हर इंसान का, ​

प्यार महोब्बतोंसे कहा अब ये धड़कता हे ?  ​

जुठ और फरेबी का दौर चला हे चारो और।  ​

कितना भी कहो, सच कहाँ कोई सुनता हे। ​

की इस कदर फैला हे आलम नफरत का 'राही'​

हर हाथ से यहाँ,  खून किसीका टपकता हे।


शायरी


हर शख्स यहाँ अपनी ही मस्ती में खोया हे, 

ईमान बिका हे, जमीर उसका सोया हे।   ​

मायूसी, लाचारी, बेबसी हर चहेरे पर यहाँ,  ​

फसल वही पायी हे जो उसने बोया हे।

शायरी

हर शख्स यहाँ अपनी ही मस्ती में खोया हे

ईमान बिका हेजमीर उसका सोया हे। 

मायूसीलाचारीबेबसी हर चहेरे पर यहाँ,  

फसल वही पायी हे जो उसने बोया हे।

મારો પ્રિય શિક્ષક!


શિક્ષદિને આપણે સર્વ આપણા શાળાકાળ દરમ્યાન આપણને જેઓએ ભણાવ્યા, આપણામા સિસ્તનુ સિંચન કરી જીવનોપયોગી એવા પાઠ શિખવ્યા અને આપણા વ્યક્તિગત અને વ્યવ્સાઈક જીવનમા આગળ વધવા માટે જેઓએ ખુબ ઉમદા ફાળો આપ્યો એવા શિક્ષકોને આપણે યાદ કરતા હોઈએ છીએ. ચોક્કસ આપણા જીવનમા થયેલ હકારાત્મક બદલાવ માટે આ શિક્ષકોનુ યોગદાન ઓછુ ન આંકી શકાય અને જ્યારે આજે આપણે આવા શિક્ષકોને યાદ કરીયે છીયે ત્યારે મને બીજા એક શિક્ષકને યાદ કરવાનુ મન થાય છે. મારામાં સમજણ આવ્યા પછી તેનાથી ઉમદા, જ્ઞાની ને આદર્શ શિક્ષક મે આજ સુધી નથી જોયો. તેના શિક્ષણનો હેતુ આપણને ફક્ત દુન્યવી ક્ષણભંગુર સફળતા અપાવવાનો નથી પરંતુ અંનંતજીવનનો મુકટ પ્રાપ્ત કરાવવાનો છે. અને એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે હું ગર્વ અનુભવુ છુ કે મનેએ આદર્શ શિક્ષક ઇસુની ઓળખ મળી છે અને તેના વચનો દ્વારા જીવનમૂલ્ય સમાન એવુ અદભુત શિક્ષણ પ્રાપ્ત કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે.

ઈસુએ નવા કરારની સુવાર્તાઓમા પોતાના સંદેશા અને દ્રષ્ટાંતો દ્વારા જે શિક્ષણ આપ્યુ છે તેવુ શિક્ષણ આ દુનીયાનો કોઈ શિક્ષક ન આપી શકે. ઈસુના ઘણા બધા શિક્ષણોમાથી મને વ્યક્તિગત રીતે બે શિક્ષણ ખુબજ પસંદ પડે છે અને મને થાય છે કે આવુ અજાયબ, એકદમ નોખુ (ખાસ કરીને આ દુનીયાના માપદંડથી અલગ) એવુ શિક્ષણ દેવપુત્ર ઈસુ સીવાય બીજુ કોઈ ના આપી શકે.  યોહાન ૧૩- ૧૨:૧૭ માં ઈસુ તેમના શિષ્યોના પગ ધોઈને પછી તેમને સમજાવતા કહે છે. “ મે તમને શુ કર્યુ છે, તે તમે સમજયા છો? તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો; એ તમે ખરુજ કહો છો; કેમકે હું એજ છું. માટે મે પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. કેમ કે જેવુ મે તમને કર્યુ, તેવુ તમે પણ કરો, એ માટે મે તમને નમુનો આપ્યો છે”. કેવુ ગજબ! અહી એક શિક્ષક અને લીડરની ખુબ જરુરી એવી કેટલીક લાક્ષણીકતાઓ ( essential qualities) ઉજાગર થાય છે.

- તમે જે શીખવાવા માંગતા હોવ તે સૌપ્રથમ તમે પોતે તમારા જીવનમા અમલમા મુકો.

- યોગ્ય નમુનો પુરો પાડો,

- શિખવામા નાનમ ન રાખવી,

- ભેદભાવ રાખ્યા વગર શીખવો, 

- ક્યારેક ગુરુ પણ શિષ્ય પાસેથી શીખી શકે છે (Reverse Mentoring),

એક નેતા/લીડર કે શિક્ષક કે ઉપદેશક તરીકે જો તમે તમારા કુંટંબમા, સમાજમા કે પછી કામના સ્થળે આગેવાની કરવા માંગતા હોવ તો સૌ પ્રથમ આપણે જેમને દોરવા માંગીએ છીએ તેઓની સાથે વ્યક્તિગત સંપર્ક સાધવો ખુબ જરૂરી છે. તેમના સ્તરે આવી તેઓની સાથે કનેક્ટ થવુ, તેમની સેવા કરવી અને તેઓને સાથે લઈને ચાલવા તે એક ઉમદા લીડરની લાક્ષણિકતા છે જે અહી ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવામા આવેલા ઉદાહરણમા જોવામા આવે છે.  

અને સૌથી મહત્વનુ, પૈસા, સત્તા અને સ્થાનનુ ઘમંડ તેમજ અહં બાજુપર મુકી વિનમ્ર બની એક્બીજાનુ સહન કરીયે, સહાય કરીએ અને એકબીજાના પગ ધોવાના શિક્ષણને સાર્થક બનાવીયે.

ઈસુએ આપેલ બીજુ એક શિક્ષણ જે મને ખુબ આકર્ષે છે એ તો છે, માથ્થી ૫-૪૪; “ પણ હું તમને કહુ છુ કે તમે તમારા વૈરીઓ પર પ્રીતી કરો, ને જેઓ તમારી પૂંઠે લાગે છે તેઓને સારુ પ્રાર્થના કરો”. અને લૂક ૬: ૨૭ થી ૩૧ મા કહે છે, “ જેઓ તમને શ્રાપ દે છે તેઓને આશીર્વાદ દો, જેઓ તમારુ અપમાન કરે છે તેઓને સારુ પ્રાર્થના કરો. જે કોઈ તને એક ગાલ પર તમાચો મારે, તેની આગળ બીજો પણ ધર.”

કેટલુ ગજબનુ શિક્ષણ છે, પરંતુ આપણે સૌ જાણીયેજ છીએ કે વ્યક્તિગત જીવનમા ઉતારવુ કેટલુ અઘરુ છે, નઈ? હું પોતે વ્યક્તિગત રીતે આ શિક્ષણને રોજીંદા જીવનમા અમલમા મુકવા માટે કેટલો અસમર્થ છુ એ હુ જાણુ છુ. અને આપણે આપણી આસ-પાસ, આપણા કુંટંબોમા, મંડળીમા, સમાજમા, કામના સ્થળે જો નજર કરીશુ તો આપણે જાણીશુ કે એક ખ્રિસ્તી તરીકે આ શિક્ષણનો અમલ કરવાને આપણે કેટલા ઊણા ઉતર્યા છીએ. કદાચ આપણને એમ લાગે છે કે આજની આ દુનીયામા આ રીતે જીવવુ પ્રેક્ટીકલી શક્ય નથી, આજની આ સ્પર્ધાત્મક દુનીયામા આ રીતે જીવવા જઈશુ તો ક્યારેય આગળ નહી આવી શકીયે.  અને એટલેજ કદાચ આપણા કુંટંબોમા, મંડળીમા, સમાજમા, કામના સ્થળે ઈસુનુ રાજ્ય આવતુ અટકાવવાને માટે આપણે નિમીત બનીયે છીયે. આજે આપણે સારી સારી કોલેજોમાથી ભણીને મોટી મોટી ડિગ્રી લઈ રહ્યા છીએ, નવી નવી ટેક્નોલોજીથી અપગ્રેડ થઈ રહ્યા છીએ, મોટી મોટી MNC કંપનીઓમા કામ કરી રહ્યા છીએ અને દુન્યવી ધારા ધોરણો પ્રમાણે જીવી રહ્યા છીએ. જો કે આમા કોઈ વાંધો પણ નથી, પરંતુ પોતાને વધુ પડતા સ્માર્ટ સમજવાના ચક્કરમા આપણા સર્જનહારનુ અમુલ્ય શિક્ષણ આપણે વીસરી રહ્યા છીએ અને આપણા જીવનો માટેનો ઈશ્વરનો હેતુ વીસરીને જીવનને વ્યર્થતા તરફ દોરી જતી બાબતોને વધુ મહત્વ આપીને તેની પાછ્ળ આપણો સમય વેડફી રહ્યા છીએ. આજે ભલે આપણને ઈસુનુ શિક્ષણ આઉટ ડેટેડ અને પ્રેક્ટીકલી શક્ય ના જણાતુ હોય, પરંતુ કહીકત તો એ છે કે આજ સત્ય છે, આના સીવાય એક ખ્રિસ્તી તરીકે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને તો પણ જો આપણે ખ્રિસ્ત ઈસુના વિકલ્પની અવગણના કરીને જો બીજા વિકલ્પો તરફ આકર્ષાયા તો તેના પરીણામો ભોગવવાની પણ તૈયારી આપણે રાખવી જોઈયે.

આજના અનિશ્ચિતતાઓથી ભરપુર, પડકારયુક્ત અને મહામારીના સમયમા આપણા કુટુંબ, સમાજ, મંડળી, કામનુ સ્થળ અને દેશને જરુર છે એવા હિંમતવાળા લોકોની જેઓ ઈસુના શિક્ષણને ના ફક્ત  મનન પુરતુ સીમિત રાખે પરંતુ તેને અમલમા મુકીને જીવી પણ જાણે. કામ છે તો થોડુ અધરુ પણ શરુઆત તો કરીએ અને જેના થકી આપણે સધળુ કરી શકીયે છીએ તેવા વિશ્વાસ સાથે આપણે આપણા સર્જનહારની સહાય માંગી લઈએ જેથી કરીને તે આપણને તેના વચનો અમલમા મુકવા સહાય કરે.

-     આમેન

Viral Das