Monday, December 23, 2013

Christmas

John 3:16 - For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life.

૨૫ ડિસેંબર, Christmas કે નાતાલ તરીકે ઉજવાય છે, લગભગ ૨૦૦૦ વરસ પૂર્વે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ સ્વરૂપે આ પૃથ્વી પર જન્મ્યા અને પૃથ્વી પરના ૩૩ વરસ ના આયુષ્યકાળ દરમ્યાન માનવજાત ના કલ્યાણ માટેના અદભૂત કાર્યો કર્યા, લોકોને સચોટ નૈતિક મૂલ્યો અને આદર્શ જીવન જીવવાનુ શિક્ષણ આપ્યુ અને ૩૩ વરસની ઉમરે સમગ્ર માનવજાત ના પાપો પોતાના માથે લઈ તેમણે વધસ્તંભ પર મોત સ્વીકાર્યુ જેથી કરીને સમગ્ર માનવ જાત ને તેમના પર વિશ્વાસ કરવાથી અને તેમને અંગત તારનાર તરીકે સ્વીકારવાથી અનંતજીવન પ્રાપ્ત થાય. જો કે ક્રુસિફિકેશન ના ત્રીજા દિવસે મૃત્યુ પર વિજયી થઈ તેમનુ પુનરુથાન થયુ, તે દિવસ ઈસ્ટર તરીકે ઉજવાય છે. આ થઈ Christmas અને ઈસુ ખ્રિસ્ત વિષે ની થોડી પુર્વભુમિકા . હવે વાત કરિયે ક્રિસ્મસ સેલેબ્રેશન ની.

વરસ મા માંડ ઍક તહેવાર આવે ઍટલે તેની આતુરતાથી રાહ જોવાય, ૧ ડિસેંબરથી જ જાણે તહેવાર નો માહોલ શરૂ થઈ જતો. ગુજરાતી ખ્રિસ્તી હોવાના કારણે Christmas ની ઉજવણી મા થોડી ગુજરાતી સંસ્કૃતિની અસર પણ જોવા મળે, દિવાળી ની જેમ અમારા ત્યાં પણ મઠિયા, ચોળફાળી, લાળવા વગેરે નાસ્તો બને. નવા કપડા ખરીદવા, ઘર શણગારવુ અને કેક બનાવવો પણ ક્રિસ્મસ ની ઉજવણીના ભાગરૂપે થાય. ક્રિસ્મસ નજીક આવતાજ નોન ક્રિસ્ચિયન મિત્રો કેક અને પાર્ટી માંગવાનુ શરૂ કરી દે, ખાસ કરીને દારૂ ની પાર્ટી. ક્રિસ્મસ ને વેસ્ટર્ન કલ્ચર સાથે સાંકળીને જોવામા આવે છે ઍટલે આ પ્રકારની અપેક્ષા રખાય ઍ સ્વભાવિક છે. પણ ખરેખર ઍવુ નથી, ગુજરાત મા રહેતા હોવાના કારણે અમે પણ અહીની સંસ્કૃતી અને અહીના કાયદા અને નીયમોને ઍટલાજ આધીન છે જેટલા બીજા લોકો. ઍટલે ક્રિસ્મસ સમયે અમારા ઘરોમા દારૂની મહેફીલો ચાલતી હશે ઍ માન્યતા ખોટી છે (જો કે આવી મહેફીલો કરનારાઓ પણ  છે, તેની ના નથી).

આજ કાલ તો Christmas અને ન્યૂ યિયર ની ઉજવણી કરીવી ઍ ફેશન અને સામાજીક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયુ છે. ક્રિસ્મસ ની ઉજવણી કરવી ઍમા કઈ ખોટુ નથી પણ ઉજવણી ફક્ત આટલાથી જ મર્યાદિત નથી રહેતી. ખ્રિસ્તી ફિલોસોફી અને બાઇબલ પ્રમાણે Christmas ઍ તો ઍ વાત ને યાદ કરી અને ખુશી મનાવાની છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દિવસે માનવ સ્વરૂપે પૃથ્વી પર જન્મ્યા જેથી કરીને સમગ્ર માનવ જાત નો ઉધ્ધાર થાય, પાપોની માફી પ્રાપ્ત થાય અને ઍક નવુ જીવન પ્રાપ્ત થાય. ઍ વાત ને યાદ કરવાનો દિવસ છે કે તે પૃથ્વી પર આવ્યા અને સઘળા લોકો ના પાપો પોતાના માથે લઈ વધસ્તંભ પર જડાયા જેથી કરી ની મારૂ જીવન નાશમાથી બચે. Christmas ખરેખર ખુશી નો પર્વ છે પણ ફક્ત ખાવુ, પીવુ અને નાચવુ ઍ ઍકમાત્ર ઉદ્દેશ નથી. Christmas તો પ્રેમ, શાંતિ અને આશા નો પર્વ છે.  Christmas ની ખરી ઉજવણી તો ત્યારેજ અર્થપુર્ણ થાય જ્યારે ઍ ઉજવણિમા ખ્રિસ્ત ઇસુનુ જીવન પ્રદર્શિત થાય, સમાજ મા પ્રેમ, શાંતિ અને આશાનો સંદેશ પહોચે, ક્રિસ્મસ ની ખુશી જ્યારે સમાજના બધાજ લોકો સાથે અને ખાસ કરીને છેવાડાના લોકો સાથે વહેચવમા આવે, જરૂરીયાત વાળા લોકોની મદદ કરવામા, ઘરની સાફ સફાઈ ની સાથે પોતાના મન ની પણ સફાઈ કરવામા આવે, ઍક બીજાને માફ કરવામા આવે, પોતાનો અહમ્ અને 'હુ' પણુ બાજુ પર મુકી નમ્રતાથી ઍક બીજાને નાતાલની વધામણી આપવામા આવે ત્યારેજ Christmas ની ખરા અર્થમા ઉજવણી થઈ ગણાશે.

( આ લખનાર Christmas ની ઉજવણી તેના સાચા ઉદેશ્ય સાથે કરવામા આવે ઍ બાબતે પ્રયત્નશીલ છે :-) )   

Thursday, December 12, 2013

Common sense and Cinema

                સારા મૂવી જોવાનો મને પહેલેથી જ બહુ શોખ અને નસીબથી સરખો શોખ ધરાવતા મિત્રો પણ મળ્યા છે. ઍટલે જ્યારે પણ કોઈ સારુ મૂવી રિલીસ થાય કે તરતજ ઍક બીજા સાથે વાત કરી રાતના શો ની ટિકેટ્સ બુક થઈ જાય. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ મૂવી જોવાના દ્રષ્ટિકોણ પણ બદલાતા ગયા. મૂવી જોયા પછી તેના અલગ અલગ પાસાઓ પર ચર્ચા કરીયે, સ્ક્રીન પ્લે, સ્ટોરી, ફ્રેમ, ડિરેક્શન, સ્ક્રિપ્ટ, રચનાત્મકતા વગેરે બાબતો પર સમીક્ષા કરીયે. સારા બોલીવૂડ મૂવી ની સાથે હોલીવૂડ મૂવીસ નો પણ ઍટલોજ શોખ. હવે આવા સારા મૂવી માણવા માટે સારુ થિયેટર અને સારી ઑડિયેન્સ પણ ખૂબ જરૂરી છે. ચાલો સારા મલ્ટિપ્લેક્ષ ના આગમન પછી સારા થિયેટર નો પ્રશ્ન તો સૉલ્વ થઈ ગયો પણ હજુ પણ સારી ઑડિયેન્સ નથી મળતી. ખાસ કરીને અંગ્રેજી મૂવી જોવા ગયા હોય ત્યારે.  ઘણી વખત આવા વિચિત્ર પ્રકારના દર્શકો તેમની વિકૃત અને અણછાજતી હરકતોથી આપણી મૂવી જોવાની મજાજ મારી નાખતા હોયછે. ૮૦-૧૦૦ રૂપિયાની ટિકેટ ખરીદી જાણે આખે આખુ થિયેટર ખરીદી લીધુ હોય ઍમ વરતતા હોય છે. જાણે થિયેટર મા પોતે ઍકલા જ હોય ઍમ આજુ બાજુના દર્શકો ડિસ્ટર્બ થાય ઍ રીતે ફોન પર કે જોડે આવેલા ભાઈબંધ જોડે મોટે મોટેથી વાતો કરે, ચાલુ મૂવી દરમ્યાન અવળચંડી કૉમેંટ્સ પાસ કરે, આવી કૉમેંટ પાસ કરીને કે બીજા લોકોને ખલેલ પહોચાડીને ખબર નઈ આ લોકોને કયા પ્રકારનો માનસિક સંતોષ પ્રાપ્ત થતો હશે. આવા લોકો હદ તો ત્યારે કરે છે જ્યારે તેઓ અંગ્રેજી મૂવી જોવા આવે છે. ખાસ કરીને ઍવી અપેક્ષા સાથે કે અંગ્રેજી મૂવી છે ઍટલે ઉત્કૃષ્ટ પ્રણય દ્રશ્યો કે બે-ચાર કિસીંગ સીન તો જોવા મળશે. પણ જ્યારે તેમની આ અપેક્ષા પુરી ના થાય ત્યારે તેમનુ આ ફ્રસ્ટ્રેશન વિકૃત શબ્દો અને કૉમેંટ્સ દ્વારા બહાર આવે છે જે મારા જેવા સિનેમાપ્રેમી માટે ખુબજ ઇરિટેટિંગ બની રહે છે. જ્યારે પણ મૂવી મા કોઈ પ્રણય દ્રશ્ય કે કિસીંગ સીન આવે ત્યારે આવા દર્શકો ખૂબ ઉછદકૂદ કરતા હોય છે, ગંદી ગંદી કૉમેંટ્સ કરતા હોય છે. સેક્સુઅલિ ડિપ્રાઇવ્ડ અને ફ્રસ્ટરેટેડ લોકો આવી હરકતો દ્વારા તેમની વિકૃત માનસિક્તાનુ પ્રદર્શન કરતા હોય છે. ક્યારેક તો ઍવુ લાગે છે આવા લોકો તેમના મા-બાપ ના પ્રેમ ના પ્રતીક રૂપે નઈ જન્મ્યા હોય પણ મોજ-મજા ના પરિણામ સ્વરુપ જન્મ્યા હશે કદાચ ઍટલેજ સેક્સ પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ આ પ્રકારનો થઈ જતો હશે. ખરેખર તો આપણે જે સમાજમા રહિયે છે ઍ સમાજ મા આવા પ્રકારના લોકો ના મળે તોજ નવાઈ. સિનેમાથી લઈને રસ્તા, બગીચા, રેલવે સ્ટેશન અને લગભગ દરેક જાહેર જગ્યાઓ પર આવા સેન્સ વગરના લોકો મળશે. આવા લોકો થી ટેવાયા વગર છૂટકો નથી. આશા રાખીયે કે ઍક દિવસ આવા લોકોને સમજ આવે કે દુનિયામા પોતે ઍકલા જ નથી જીવતા પણ આજુ બાજુ બીજા લોકો પણ જીવે છે. (પાછલા દિવસોમા Catching Fire - Hunger Games movie દરમ્યાન થયેલા અનુભવથી પ્રેરાઇ ને આ લખવાનુ મન થયુ).