આપણે જાણીયે છીયે કે વસ્તીની દૃષ્ટિઍ વિશ્વ મા બીજુ સ્થાન ધરાવતા ભારત દેશ સાંસ્કૃતીક ધરોહર, પ્રાકૃતીક સંસાધનો, વૈવિધ્યસભર લોકજીવન ના લીધે દુનિયામા ઍક આગવુ સ્થાન ધરાવે છે. શાળાના પાઠ્યપુસ્તકમા, ઇતિહાસના વિષયમા, દેશના મહાન વ્યક્તિઑ દ્વારા ભારત દેશના નાગરિક તરીકે ગર્વ લઈઍ તેવી ઘણી બાબતો વિષે લખવામા અને કહેવામા આવ્યુ છે જે ગૌરવ લેવા જેવુ પણ છે. ઍ જરૂરી પણ છે કે જન્મભૂમિનુ આપણા હિર્દય મા ઍક આગવુ સ્થાન હોય, ગર્વ ની લાગણી હોય, ભારતીય હોવાનુ ગૌરવ હોય. અને આ ગૌરવ ને જાળવવુ અને ઉત્તરોત્તર વધારવુ ઍ આપણી અને દરેક ભારતવાસીઓની ફરજ છે. અનફૉર્ચુનેટ્લી કેટલાક અલગ પ્રકારના લોકો (તત્વો) પોતાની લુખ્ખાગિરિ ના પ્રદર્શન દ્વારા દેશની આબરૂ નો દાટ વાળી રહ્યા છે. દરબરોજના જીવનમા જ્યારે આપણે આપણા દેશમા ઘટતી ઘટનાઓ જોઈયે છીયે, આસપાસના લોકોનુ જાહેરમા વર્તન, લોકોની ટ્રાફિક સેન્સ, કહેવાતા સંસ્કૃતીના ઠેકેદારોની માનસિકતા, લોકોનો સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ જોઈયે છીયે ત્યારે ગુસ્સો અને હતાશાની લાગણી જન્મે છે. ઍકબાજુ વિકાસની વાતો થઈ રહી છે, સંસાધનો અને સુવિધાઓ વધી રહી છે, રહેણી કરણી મૉર્ડન થઈ રહી છે ત્યારે બીજી બાજુ લાગે છે. કે જાણે આપણે માનસિક રીતે વધુ પછાત થઈ રહ્યા છીયે. જે રીતે આપણે જાહેર સ્થળો જેમ કે, બગીચા, રેલવે - બસ સ્ટેશન વગેરે પર જ્યાં ત્યાં કચરો નાખી તેની સુંદરતાને ખંડિત કરિયે છીયે તે જોતા થાય છે કે . આપણે આવી કોઈ પણ સુવિધાઓ ભોગવવાને લાયકજ્ નથી. બીજાને નડતરરુપ થયા વગર જીવતા તો કોઈને .આવડતુજ નથી. સિનેમા ઘરોમા ટિકેટ લઈને બેસે તો જાણે ઍ સિનિમા ઘર પોતે ખરીદી લીધુ હાય તેવો આટિટ્યૂડ બતાવે, મોંઘી કાર લઈ ની રોડ પર નિકડે તો જાણે રોડ તેમની પ્રાઇવેટ પ્રૉપર્ટી હોય અને બીજા રાહદારીઓ અવૈધ રીતે તે રોડ પર ઉતરી આવ્યા હોય તેવુ સમજે, હોસ્પિટલ શાળાઓ પાસેથી પસાર થતા હૉર્ન ન મારવો, ટ્રાફિક પોલીસ ની ગેરહાજરિમા પણ સિગ્નલ ગ્રીન ન થાય ત્યાં સુધી ઉભા રહેવુ, રસ્તા પરથી પસાર થતી છોકરી કે સ્ત્રી ને ઘૂરી ઘૂરી ને જોવામા કોઈ હીરોગિરી કે મર્દનાગી નથી પણ રોડ છાપ લુખ્ખાગિરી થી વિશેષ નથી આવી કેટલીય કોમન સેન્સ વાળી બાબતો સમાજના કેટલાક લોકોના ભેજામા નથી ઉતરતી. કેટલીક વાર તો થાય છે કે હજુ બીજા ૧૦૦ વરસ લાગશે આ સુધારો આવતા.
ખેર, આજે આમ લખીને ફ્રસ્ટ્રેશન બહાર કાઢવા પાછળ પણ ઍક કારણ છે. વાત ઍમ છે કે, આપણો દેશ આઝાદ થયે આટલા વરસો વીતી ગયા, ગ્લોબલાઇજ઼ેશન ના જમાનમા જ્યારે દેશોના સીમાડાઓ ટૂંકા થઈ ગયા છે ત્યારે હજુ પણ આપણા ત્યાં કેટલીક ઍવી વિચિત્ર પ્રજા છે જે વિદેશથી આપણા ત્યાં મહેમાન થઈ આવેલા લોકો ને જાણે કોઈ બીજા ગ્રહથી આવ્યા હોય તેમ ટ્રીટ કરે છે, ખરેખર તો હેરાન કરે છે. જર્મની થી કેટલાક વિધ્યાર્થીઓ શહેરની ઍક NGO મા volunteer તરીકે આવ્યા છે, તેમા ઍક volunteer Lennart કે જેને મારી જેમ ફોટોગ્રાફી નો શોખ હોઈ અમારી સારી ઍવી મિત્રતા બંધાઈ, તેની સાથે આવેલી બીજી બે સ્ટૂડેંટ્સ Elisha અને Elisabeth સાથે પણ ઓળખાણ થઈ. હવે, આ ત્રણ volunteers બીજી સંસ્થાના બીજા બે volunteers અને મારા ત્રણ મિત્રો મળીને અમે પાવાગઢ અને ચાંપાનેર ફરવા ગયા. જે જે સ્થળો પર ગયા ત્યાં લોકો ઘૂરી ઘૂરી ની જોયા કરે, ચાલો આ તો સમજ્યા કારણ કે જોવામા તો લોકો આપણી અંહી ની છોકરીઓ ને પણ ક્યાં છોડે છે તો પછી આ તો વિદેશી છે. હદ તો ત્યારે થઈ જ્યારે ઍક કપલ, તેમા પણ .પતીદેવપોતાની પત્ની સાથે ફોટો પડવા ઍક volunteer ને (રિક્વેસ્ટ નઈ) ફોર્સ કરે છે. બીજા ઍક મહાશય તો સીધા આવી ને Lennart ની અનિચ્છા હોવા છતા તેના ખભે હાથ મૂકી ફોટો પડાવા લાગે છે. મારે ના છુટકે ગુસ્સા પર કંટ્રોલ કરીને આવી વિચિત્ર, અસભ્ય પ્રજાને સમજાવા પડે છે. બીજા કેટલાક ઈન્દોર થી પગપાળા આવેલા યુવાન યાત્રીકો .કપાળે માતાજીની ચૂંદડી બાંધી દર્શન કરી પાછા જઈ રહ્યા હતા. અમને આવતા જોઈ સ્પેશલી ઉભા રહી ગયા અને અમે જ્યારે તેમની નજીક થી પસાર થયા તો, ઘૂરી ઘૂરી ની જોવાની સાથે 'hello', how are you', હમકો ભી ઇંગ્લીશ આતી હે, વગેરે કોમેન્ટ્સ કરવા લાગ્યા, ચાલો નાસ્તિકો પાસેથી તો નઈ પણ આવા શ્રધાળુ અસ્તિકો પાસે સભ્ય વર્તન ની અપેક્ષા ન રાખી શકાય ?. ઍક volunteer ઍ મને પુછયુ કે ઍ લોકો ઍ કપાળે શુ બાંધ્યુ છે? જોકે મે કહ્યુ કે આ લોકો પવિત્ર મંદિર ના દર્શન કરીને આવેલા શ્રધાળુ ભક્તો છે અને ઍટલે તેમણે કપાળે માતાજી ની ચૂંદડી પેહરી છે. હવે આ ભક્તો ના વર્તન પરથી તેમણે મનમા શુ ઇંપ્રેશન બાંધી હશે ઍ કદાચ કહેવાની જરૂર નથી.
આ તો અમે સાથે હતા તો પણ આવા અનુભવો થયા, બાકી ના ઘણા સમય મા તો તેઓ ઍકલા આમ શહેર ની શેરીઓ મા ફરતા હોય છે, ત્યારે શુ ખબર તેમને આવા કેટલાય અનુભવો થતા હશે. જોકે ઍ લોકો અહી ૧ વરસ માટે આવ્યા છે અને તે પણ કમ્યૂનિટી વર્ક કરવા ઍટલે તેમને કદાચ પહેલેથી ખબર હશે કે આવા .અનુભવોમાથી પસાર થવુ પડશે અને માનસિક રીતે પણ તૈયાર હશે. જોકે, ખરાબ અનુભવોને બાદ કરતા તેમણે ઘણા સારા અનુભવો પણ થયા છે, અને આગળ પણ થશે, છતાય જ્યારે આવા ખરાબ અનુભવોના બનાવ બને છે ત્યારે ગુસ્સા સાથે દુખ થાય છે. ખબર નઈ હજુ આવી પછાત માનસિકતા માથી બહાર આવતા કેટલા વરસો લાગશે?
કાશ કોમન સેન્સ ના પણ ક્લાસ થતા હોત તો કદાચ પરિસ્થિતિ કેટલાક અંશે સુધારી શકાતી હોત. ;-)
"Our best contribution to society is leaving a positive impact" -TOI, The speaking tree.