તૂ મને ગમે છે...તારુ સ્મરણ મને ગમે છે..
આજ હિર્દય ઉદાસ છે..
તારા વિચારો મનમા રમે છે..
પણ તેથી શુ?
તૂ મારા બગીચાનુ ફૂલ નથી
તૂ મારા આંગણ ની વેલ નથી
તૂ મારા ઝરુખાને સ્પર્શતો સમીર નથી
તારો ને મારો સાથ લગીર નથી
છ્તાય....
સાચુ કહુ..?
તૂ મને ગમે છે...
અનહદ.........!!!!
તૂ આવે છે ને હૈયે ભરતી જાગે છે
તૂ જાય છે ને હૈયે ઑટ લાગે છે
સંધ્યાના રેશમી રંગો પર મેષ ઢળી જાય છે
કારણ..........?
હુ તારો છુ..પણ તૂ મારી નથી..
તારા ઍ કેશ...
લહેરાતા..પવન્ સાથે ગુફ્તગુ કરતા..
સુંવાળા..મુલાયમ....
તારા ઍ કેશ.....નથી મારા...
તારી ઍ આંખો...
બોલતી..મૌન...ઉદાસ...
હાસ્યસભર.......
તારી ઍ આંખો....નથી મારી...
તારો ઍ ચ્હેરો..
યાદ સદાય રહેતો
રાત્રે સ્વપ્નમા....
દિવસે કલ્પનાઓમા..
લિલી લિલી ધરતી સરખો
પૂર્ણિમાની ભરતી સરખો
પ્રભાતનુ તેજ..ફૂલોની સેજ..
તારો ઍ ચહેરો....નથી મારો...
છ્તાય...
તૂ મને ગમે છે...
તારુ રિસાઈ જવુ મને ગમે છે..
તારુ માની જવુ મને ગમે છે..
મારુ અસ્તિત્વ સ્પર્શ તારો ઝ્ન્ખે છે,
તૂ મને ગમે છે....!!!!
પણ શું "ગમવુ" તે પ્રેમ કહેવાય..???
તુજ કહે...મને ખબર નથી..!!
મને ખબર છે ફક્ત ઍકજ વાત ની..
તૂ મને ગમે છે......સાચેજ...
તૂ મને ગમે છે....!!!!!!!!
awesome!!! keep it up Viral!!!
ReplyDelete