Saturday, September 11, 2010

યાદ

મન મુકીને વરસ્યો છે વરસાદ આજે
લાગણીઓને વલોવી ગયો છે વરસાદ આજે

છાંટાઓ બની ગયા છે સૌ, તારી યાદ આજે.
આંગ બની વરસી રહ્યો છે વરસાદ આજે..

રદય વ્યાકુળ ને મન છે ઉદાસ..
દર્દ વિરહ નો જગાવી ગયો છે વરસાદ આજે

સાંજ બની છે..કઠીન..
જાણે વીતસે કેમ રાત આજે..!?

કે યાદ તારી અપાવી ગયો છે વરસાદ આજે.

"વિરલ"

1 comment: