જીવન - મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે,
લાગણીઓનું અહીં વેચાણ થઈ રહ્યું છે.
અરાજકતા, લાચરી ને નિરાશા ચારેકોર,
માણસાઈનુ કત્લ સરેઆમ થઈ રહ્યુ છે.
'મારે શુ?' ને 'મારૂ શુ?' ની નિયત સૌની,
વેચીને ઈમાન અહીં કામ થઈ રહ્યું છે,
હકીકતમાં તો છે આ આકર્ષણ ફક્ત,
નામ ખોટું પ્રેમનું બદનામ થઈ રહ્યું છે.
કરુ ભરોસો હવે કોના પર હું "રાહી" ?
ચહેરાઓનું બદલવું બેફામ થઈ રહ્યું છે.
- વિરલ
No comments:
Post a Comment