ઘણા લોકોને ખ્યાલ હશે જ કે થોડા વરસો પહેલા બજાર મા ગોલ્ડ-સ્પોટ કરીને ઍક સોફ્ટ ડ્રિન્ક મળતુ હતુ, જે મારૂ મનગમતુ ડ્રિન્ક હતુ. મને હજુ પણ યાદ છે, હૂ કદાચ ૭-૮ વરસ નો હોઇશ તે સમયે જ્યારે પણ મારા પેરેંટ્સ સાથે બહારગામ કે બજાર મા જતો ત્યારે ત્યારે આ ગોલ્ડ-સ્પોટ પીવા માટે જીદ કરતો. પપ્પા કહેતા કે આ આખી (૩૦૦ ml) ની બૉટલ તારાથી નઈ પીવાય પણ હુ ઍક નો બે નોતો થતો, મારી જીદ સામે ઝૂકી ને મારા પપ્પા આ ડ્રિન્ક લઈ દેતા. બૉટલ મા સ્ટ્રો નાખી અડધી બૉટલ તો હુ આરામથી પી લેતો અને પછી બાકીની અડધી પતાવતા તો નાકે ફિણ આવી જતુ. તેમ છતા જાણે પપ્પાઍ "આખી બૉટલ નઈ પી શકાયા" નો પડકાર ફેંક્યો હોય ઍમ ઍ બૉટલ પતાવા માટે મરણીયા પ્રયાસો થતા ( જો કે આપણા પેરેંટ્સ ને તો ખબરજ હોય કે ભાઈ થી ડ્રિન્ક પૂરુ નઈ થઈ રહ્યુ અને પરાણે પી રહ્યા છે ;-) ). હુ પણ મારી હોશીયારી સાબિત કરવા મોઢા પર જરા પણ અણગમાં ના હાવભાવ લાવ્યા વીના ઍ ડ્રિન્ક પતાવી જતો અને મનોમન નિર્ણય લેતો કે હવે પછી કોલ્ડ-ડ્રિન્ક ક્યારેય નઈ પીઉ. જોકે, મનમા તો હુ જાણતોજ કે પપ્પા સાચુ કહેતા હતા કે આખુ ડ્રિન્ક તારથી નઈ પીવાય. ( જોકે પપ્પા ઍ તો આવી ઘણીયે સાચી માહિતી અને માર્ગદર્શન આપી ને ચેતવ્યા હતા પણ અંહી વાત માનવીજ કોને હતી)
આજે જોકે ગોલ્ડ સ્પોટ નુ સ્થાન ફેંન્ટા ઍ લઈ લીધુ છે, પણ જ્યારે પણ ફેંન્ટા ની ઍ બૉટલ નુ ઢાંકણ ખોલાય અને તેમાથી ઉઠતી ઍ સુગંધ મારા નાંક માથી ઉતરી સીધી મારા રદય ના કોઈક ખૂણા મા ઘરબાયેલી બાળપણ ની આવી યાદો સુધી પહોચી જાય છે અનેવીતેલી ઍ થોડી પળો ને જીવી લવ છુ.

No comments:
Post a Comment