સવારના સૂરજની જરા કિરણો લઈ આવુ,
રંગબેરંગી ફૂલોની જરા મહેક લઈ આવુ,
બુલ બુલ ની ઍ જોડ ને ચકલીઓનો શોર,
પંખિડાઓંનો મીઠડો જરા કલરવ લઈ આવુ,
જંગલની પકડુ વાટ, સાથે ઝરણાઓનો સાથ,
કુદરતના ખોળેથી જરા જીવન લઈ આવુ,
વરસતો વરસાદ ને વાયરાઓનો સુસવાટ,
સાહસ ને રોમાંચ કેરો જરા સ્વાદ લઈ આવુ,
કડકડતી ઠંડી, ખુલ્લુ આકાશ અને તાપણુ,
ગરમા- ગરમ ચા ની જરા હૂંફ લઈ આવુ,
રંગબેરંગી ફૂલોની જરા મહેક લઈ આવુ,
બુલ બુલ ની ઍ જોડ ને ચકલીઓનો શોર,
પંખિડાઓંનો મીઠડો જરા કલરવ લઈ આવુ,
જંગલની પકડુ વાટ, સાથે ઝરણાઓનો સાથ,
કુદરતના ખોળેથી જરા જીવન લઈ આવુ,
વરસતો વરસાદ ને વાયરાઓનો સુસવાટ,
સાહસ ને રોમાંચ કેરો જરા સ્વાદ લઈ આવુ,
કડકડતી ઠંડી, ખુલ્લુ આકાશ અને તાપણુ,
ગરમા- ગરમ ચા ની જરા હૂંફ લઈ આવુ,
"જિંદગી ની એક સફર પ્રકૃતિ ની સાથે "........!
ReplyDelete