Wednesday, October 23, 2013

Hospital

થોડા સમય પહેલાજ ઍક સરસ ઍસ. ઍમ. ઍસ મારા વાંચવામા આવ્યો. જે કઈંક આ પ્રમાણે હતો,

" The walls of Hospitals have heard more prayers 
than the walls of Church "
કેટલી સાચી વાત છે, નઈ?. હોસ્પિટલ મા દાખલ દર્દી કે તેમની સેવા ચાકરી મા રોકાતા તેમના સ્નેહિજનોનુ જાણે રદય  પરિવર્તન થઈ ગયુ હોય ઍમ ઍક્દમ વિનમ્ર, સાલસ, નિસ્વારથી અને પ્રેમાળ થઈ જતા હોય છે. માણસનો ઈગો, ઘમંડ, અડેખાઈ વગેરે નકારાત્મક બાબતો જાણે અદ્રષ્ય થઈ જતી જણાય છે.  આ બાબતો મે થોડા સમય પહેલાજ મારા ઍક સબંધીની મુલાકાતે હોસ્પિટલ મા જવાનુ થયુ અને ત્યાં થોડો સમય વિતાવ્યો ત્યારે અનુભવી. સામાન્ય રીતે આમ રોજ હોસ્પિટલ મા થોડા કલાકો ગાળતા હોવાના કારણે અને ત્યાં બિજુ કંઇ ખાસ કામ ના હોવાના કારણે ત્યાના સેક્યૂરિટી ગાર્ડ, વૉર્ડ બોય થી લઇને દર્દી અને તેના સ્નેહીજનો સાથે પરિચય બંધાઈ જતો હોય છે અને પછી થોડી ઔપચારિક વાતો નો દોર શરૂ થાય છે. ક્યારેક ઍ પરિચય લાંબા ગાળાના સંબંધો મા પણ પરિણમતા હોય છે. આવા સંબંધોની ખાસ બાબત તો ઍ હોય છે કે ના તો ઍમા કોઈ સ્વાર્થ, અપેક્ષા કે કોઈ શરતો હોય છે અને સંબંધો કેળવવા માટે નાતો ઍક બીજાની નાત-જાત કે સામાજીક સ્ટેટસ જોવામા આવે છે. આમ ઘરના પડોશી સાથે જરા પણ મનમેળ નઈ હોય પરંતુ હોસ્પિટલ મા પડોશ ના બિછાને સૂતા દર્દી અને તેના સગાવહાલાઓ સાથે ઍક્દમ આત્મીય સંબંધ હશે. આમ ભલે કેટલા પણ કટ્ટરવાદી હશે પણ જ્યારે પોતાના ઓળખિતા ઍવા કોઈદર્દી ને લોહીની જરૂર પડશે ત્યારે કોઈ ખાસ નાત કે જાતિના જ માણસનુ લોહી શોધવા નઈ નિક્ડે અને લોહી ડોનેટ કરનાર પણ ઍમ નહી કહે કે હૂ ફક્ત મારા નાત વાળા નેજ લોહી આપીશ. બિન્સમ્પ્રદાઇકતા નુ ઉત્તમ ઉદાહરણ કદાચ આ હોસ્પિટલની ચાર દીવાલોની અંદર જ જોવા મળે છે. કદાચ હોસ્પિટલ ની દીવાલો માણસના મન અને માનસ પર જેટલી અસર છોડે છે તેટલી તો કદાચ કોઈ મંદિર, મસ્જ઼િદ કે ચર્ચ ની દીવાલો પણ નથી છોડતી. હોસ્પિટલમા દર્દીઓ ની પીડા, ઍમના સ્વજનોની રાતોના ઉજાગરા સહન કરીને ભાવશુન્ય થયેલી આંખો, સ્વજનોની સલામતી અને તેમના સાજાપણા ને માટે થતી દુઆ, કોઈના સ્વજન ને ખોવાનુ દુખ, કોઈની જિંદગી બચાવા માટે મથતા ડૉક્ટર્સ અને નર્સો આ બધુ જોતાજ માણસને  પોતાની ક્ષણભંગૂર જિંદગીનો અહેસાસ થઈ જતો હશે અને ઍટલેજ આમ વાસ્તવિકતાનો સાક્ષાત્કાર થતાજ ઍના વાણી વર્તન મા આ પ્રકારના હકારાત્મક બદલાવ આવતા હશે.

ઍક મોટુ ઘર, ગાડી અને સંપતી વસાવવાના સપના જોતો માણસ, કરિયર પ્લાંનિંગ, ફાઇનાનસિયલ પ્લાનિંગ અને પર્સનલ પ્લાનિંગ કરતો માણસ જિંદગીની રેસ મા ઉંધુ ઘાલીને ભાગતો માણસ જ્યારે દવાખાનાં ના પગથિયા ચઢે છે ત્યારે બીજી ક્ષણે જ તેને આ બધી બાબતો વ્યર્થ લાગવા લાગે છે. અણધારિ બિમારી કે આક્સિડેંટ ના લીધે જિંદગીના સપનાઓ ની બલી ચઢતા જોઈ તરતજ ભગવાન યાદ આવી જાય છે અને પછી ભગવાન સાથે ડીલ થાય છે કે હે ભગવાન જો હૂ બચી જઈશ જો હુ સારા માર્ગ પર ચાલીશ, કોઈનુ ખરાબ નઈ વિચારુ અને જરૂરીયાત વાળા લોકોને મદદ કરીશ વગેરે વગેરે. ખરેખર, તકલીફ, દુખ અને ડર ગમેતેવા સખ્ત માનવીને પણ નમ્ર બનાવી દે છે. જોકે ઘણીવાર દુખ, તકલીફો કે ડર ના કારણે આવેલુ આવુ હકારાત્મક પરિવર્તન ઍ લાંબો સમય ટકતુ જોવા નથી મળતુ, માણસ જેવો બીક અને તકલીફો માથી બહાર આવે છે કે પાછો પોતાના મુળભુત સ્વભાવ પર આવી જતો હોય છે. હોસ્પિટલની દીવાલોની અસર હોસ્પિટલની બહાર આવતાજ ઓસરવા લાગે છે. અને ફરી પાછો માણસ રોજ બરોજની ભાગદોડ મા વ્યસ્ત થઈ જાય છે. ખબર નઈ ઍ હોસ્પિટલ ની દીવાલો પર અથડાતી પ્રાર્થનાઓ ખરેખર દીવાલની પેલેપાર ઈશ્વરના કાન સુધી પહોચતી હશે કે નઈ ?

5 comments:

  1. So true
    The feel is so happening that it made me totally engrossed in that situation
    And it made me think that thoughts when become words are more powerful
    Above all, thee is someone who empathize my thoughts
    Thank you

    ReplyDelete
    Replies
    1. Hey Purti, thanks for the feedback :-) I would love to receive such encouraging response from friend like you..:-)

      Delete
  2. good post

    ડાયાબિટીસ / વજન વધારાની / અને સ્કીન પ્રોબ્લેમ,
    ચામડીનાં અસાધ્ય, હઠીલા, વર્ષો જૂના રોગ થી પીડાવ છો ?
    visit : http://khilanehathilarog.wordpress.com/

    ReplyDelete