લાગણીઓ ના હિસાબ નોંધી રહયા છિયે
પેહરી અનેક ચ્હેરા મુખ પર સૌ
ઍક બીજાને હસ્તધુન કરી રહયા છિયે,
જીવન મૂલ્યો, સભ્યતા, બસ કિતાબો ની વાતો,
મીલકત મોભા થી માણસ ને મુલવી રહયા છિયે,
વીના મૂલ્યે મળતુ નકામુ છે બધુ
ચૂકવીને કીમત મોત ખરીદી રહયા છિયે
સમયથી આગળ વધવાની દોડમા માનવી
રાતોને દિવસ મા તબદીલ કરી રહયા છિયે
ફિકર કોને છે ઍ દોસ્ત આ દુનિયાની
જન્મથી અમે તો બસ આમજ જીવી રહયા છિયે
"વિરલ"
No comments:
Post a Comment